People from​ Junagadh in Gujarat State​

I wish to know people who live in this area that are from Junagadh and friends of Junagadh.
Please respond at my e-mail [email protected] for a short write-up on need for developing the city.
H S Parekh, Ahmedabad

જુનાગઢ માહાત્મય પુનઃપ્રસ્થાપિત કદી થઈ શકશે ?!

જુનાગઢ થોડું વધું ચોખ્ખું-સુઘડ, સગવડ-સવલત ભર્યું, રળિયામણું, સમૃદ્ધ બને તેમજ શહેરને આવકનાં વિશેષ સ્તોત્રો મળી રહે તેવી હર કોઈ જુનાગઢવાસીની અભિલાષા રહી છે.

અસલ જીલ્લાનું ત્રણ જિલ્લાઓમાં વિભાજન થયા પછી હાલનાં જુનાગઢ જીલ્લાનાં આવકનાં સ્તોત્રો સાવ જ તળીએ જઈ બેંઠા છે. ઉદ્યોગધંધા અને વેપારી આલમ દ્વારા મળતી કરવેરાની આવક પણ ઘણાં વર્ષોથી સીમિત રહી છે. ઘણાં વર્ષોથી શહેરનો વિકાસ રૂંધાયેલો કે પછી સ્થગિત જ છે. જુનાગઢ પોતાની આર્થિક આબાદી ફરી પ્રાપ્ત કરી વિકાસના પંથે અગ્રેસર થઇ શકે જો તે તેનું પૌરાણિક આધ્યાત્મિક, ધાર્મિક, સાંકૃતિક અને ઐતિહાસિક માહત્મય પુનઃ પ્રસ્થાપિત કરી શકે તો. ગીરનાર અને તળેટી વિસ્તારમાં નાના મોટા પ્રકલ્પોનું વ્યવસ્થિત આયોજન આ હેતુસર કરવું અનિવાર્યપણે આવશ્યક છે. ઉપરાંત, અન્ય મોકાના સ્થળોને વિકસાવવા પણ જરૂર છે.

પૂરા રાજ્યમાં માત્ર એક જુનાગઢને જ વહાલા ગીરનાર થકી એક વૈશિષ્ટ્યપૂર્ણ માહાત્મય મળેલું છે. અફસોસ કે હાલ તે અતિ ઝાંખું પડી; પ્રજાજનો પોતાનો આર્તનાદ સાંભળે તેની પ્રતિક્ષામાં વલોપાત કરતું રહ્યું છે. ઉપરોક્ત બધાં પ્રકલ્પો અને પ્રવૃત્તિઓથી જુનાગઢને આધુનિક ઓપ મળશે; સારી આવક પ્રાપ્ત થશે; લોકોને નવાં કામકાજ મળશે; પ્રવાસીઓનું આકર્ષણ વધશે; નાગરિકોને સુવિધાઓ ઉપલબ્ધ થશે; સોમનાથ, દ્વારકા, નાગેશ, અંબાજી, ગણપતપુરા, રાજપીપળા (નર્મદા-ડેમ), શાપુતારા ઈ. પ્રમાણે જુનાગઢને પણ તેનું યથોચિત માનસન્માન અને લોકહ્રદયાસ્થ સ્થાન મળશે. જુનાગઢ એક ગિરિમથક અને યાત્રાધામ સ્વરૂપે રાજ્યવ્યાપી અને ત્યાર બાદ રાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત કરે તે માટે દરેક જુનાગઢપ્રેમીએ પ્રયત્નશીલ થવું જોઈએ. આ આવકાર્ય નાગરિક-સંગઠન માટે પહેલ કઈ રીતે કરી શકાય? શા પ્રયનો થવા ઘટે? જુનાગઢીઓ અને જુનાગઢ પ્રેમી-મિત્રોનો અભિપ્રાય આવકાર્ય છે.

અસ્તુ. આભાર.
– હિમતભાઇ પારેખ, અમદાવાદ
સંપર્ક: મો. ૯૯૨૫ ૧૯૫ ૫૦૨; ૦૦૧-૯૨૫-૩૬૪-૧૩૨૦, [email protected]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *